Shree Lohana Mahaparishad Second Madhyastha Mahasamiti Meeting

Discussing strategic initiatives, community growth, and future projects to strengthen our collective mission, fostering collaboration and empowering the Lohana community.
તા. ૧ ડીસેમ્બર ૨૦૨૪, રવિવાર - મુંબઈ
૧) રજિસ્ટ્રેશન અને ભોજન
બપોરે ૧૨:૪૦ થી ૦૨:૦૦ કલાકે, 1 કલાક 20 મિનિટ
૨) રઘુવંશી ધ્વજ વંદન ગીત/દીપ પ્રાગટ્ય
૦૨:૦૦ - ૦૨:૧૫, 15 મિનિટ
૩) માનદ મંત્રી દ્વારા સભ્યો ને આવકાર
૦૨:૧૫ - ૦૨:૨૫, 10 મિનિટ
૪) ગત મધ્યસ્થ મહાસમિતિ સભા પછી દિવંગત થયેલ જ્ઞાતિ જનો ને શ્રદ્ધાંજલી
૦૨:૨૫ - ૦૨:૩૦, 5 મિનિટ
૫) આવેલા સંદેશા અને રજા ચીઠ્ઠી નું વાંચન અને બહાલી
૦૨:૩૦ - ૦૨:૪૦, 10 મિનિટ
૬) યજમાન મહાજન (સમસ્ત મુંબઈ લોહાણા મહાજન) ના પ્રમુખશ્રી દ્વારા સ્વાગત પ્રવચન
૦૨:૪૦ - ૦૨:૫૦, 10 મિનિટ
૭) તા. ૧૮ ડીસેમ્બર ૨૦૨૨ ના રોજ રાયપુર ખાતે મળેલી મધ્યસ્થ મહાસમિતિ ની બેઠક ની કાર્યવાહીની મિનિટ્સ અગાઉ મોકલી છે તથા વેબસાઇટ પર મૂકવામાં આવી છે તેની નોંધ પર ચર્ચા અને બહાલી
૦૨:૫૦ - ૦૨:૫૫, 5 મિનિટ
૮) માતૃસંસ્થા ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી નું ઉદબોધન
૦૨:૫૫ - ૦૩:૧૦, 15 મિનિટ
૯) શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ ના ઓડિટ થયેલા હિસાબો વેબસાઇટ પર મૂકેલા છે તેની નોંધ લઈ, તેના પર ચર્ચા વિચારણા અને તેને બહાલી તથા ઇનકમ ટેક્સ એસેસમેન્ટ અને અપીલ બાબતે જાણકારી
૦૩:૧૦ - ૦૩:૨૦, 10 મિનિટ
૧૦) માતૃસંસ્થા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ દરમ્યા ન તેમજ તા. ૧લી એપ્રીલ ૨૦૨૪ થી તા. ૨૯મી નવેમ્બર ૨૦૨૪ સુઘી અપાયેલ શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય અને મેડીકલ સહાય તથા અન્ય સહાય ની જાણકારી તથા બધી સહાયમાં સહભાગી દાતાઓ અને સહભાગી સંસ્થાઓ ની જાણકારી અને તે સર્વ નો આભાર દર્શન
૦૩:૨૦ - ૦૩:૩૫, 15 મિનિટ
૧૧) શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈ તરફ થી આવેલા પત્ર મુજબ મહાપરિષદ નું નાણાકીય વર્ષ અને મધ્યસ્થ મહાસમિતિ ની મુદત વચ્ચે સમન્વય જળવાય તે માટે હાલની મધ્યસ્થ મહાસમિતિ ની મુદત માર્ચ ૨૦૨૬ સુધી વધારવા માટે આવેલા સૂચન પર સલાહકાર સમિતિ, ટ્રસ્ટ બોર્ડ તેમજ કારોબારી સમિતિ સભા માં આવેલા અભિપ્રાય/સૂચન પર ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૩:૩૫ - ૦૩:૪૫, 10 મિનિટ
૧૨) વરણી સમિતિ માં પ્રતિનિધિત્વ આપવા માટે વિદેશના બધાં ઝોનલ પ્રમુખો, ટ્રસ્ટ બોર્ડના બધાં ટ્રસ્ટીઓ તથા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખના નામો પર વિચારણા કરવા બાબત સલાહકાર સમિતિ, ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિ ના અભિપ્રાય ને ધ્યાનમાં રાખી ને ચર્ચા અને નિર્ણય.
૦૩:૪૫ - ૦૩:૫૫, 10 મિનિટ
૧૩) અન્ય જ્ઞાતિમાં પરણી ને સ્થાયી થયેલી લોહાણા જ્ઞાતિ ની દીકરીઓ ને મહાપરિષદ તથા મહાજનો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાઓ નો લાભ આપવા બાબત સલાહકાર સમિતિ, ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિ ના અભિપ્રાય ને ધ્યાનમાં રાખી ને ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૩:૫૫ - ૦૪:૧૦, 15 મિનિટ
૧૪) વિદેશ માં વસતા ભારતીય મૂળના રઘુવંશી સમાજની વ્યક્તિઓના નામ પ્રમુખપદ માટે વિચારણા કરવા માટે આવેલા સલાહકાર સમિતિ, ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિ ના અભિપ્રાય ને ધ્યાનમાં રાખી ને ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૪:૧૦ - ૦૪:૨૦, 10 મિનિટ
૧૫) ઉપરોક્ત એજેન્ડા નં. ૧૧ થી ૧૪ પર ચર્ચા વિચારણા કર્યા બાદ જે પણ નિર્ણય થાય તે તાત્કાલિક ધોરણે અમલમાં આવે તે અંગે ઠરાવ ઉપર ચર્ચા વિચારણા અને નિર્ણય
૦૪:૨૦ - ૦૪:૩૦, 10 મિનિટ
૧૬) LIBF ના કાર્ય માં થયેલ પ્રગતિ, આગામી કાર્યક્રમો અંગે ની જાહેરાત તથા LIBF ની ભાવી યોજના અંગે જાણકારી
૦૪:૩૦ - ૦૪:૪૦, 10 મિનિટ
૧૭) LIBF મુંબઈ કોલિંગ ૨૦૨૬ એક્ઝીબીશન દરમ્યાન સપ્તમ્ અધિવેશન ભરવા અંગે ટ્રસ્ટ બોર્ડમાં તથા કારોબારી સમિતિ માં થયેલ ચર્ચા, વિચારણા ની જાણકારી અને તેના પર ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૪:૪૦ - ૦૪:૫૫, 15 મિનિટ
૧૮) શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવેલા અતિથી ગૃહ ની સમસ્યા ઉકેલવા તા. ૨ જૂન ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ કારોબારી સમિતિની સભા માં નિમયેલ કમીટી ની કાર્યવાહી બાબતે ગત ટ્રસ્ટ બોર્ડમાં તથા કારોબારી સમિતિ માં થયેલ ચર્ચા ને ધ્યાન માં લઈને તેના પર ચર્ચા , વિચારણા અને નિર્ણય.
૦૪:૫૫ - ૦૫:૦૦, 5 મિનિટ
૧૯) તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત શિક્ષકો અને સંસ્થાઓ નું વિશ્વ સ્તરે સન્માન કરવા બાબત ટ્રસ્ટ બોર્ડ તથા કારોબારી સમિતિ ના અભિપ્રાય ને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા અને નિર્ણય
૦૫:૦૦ - ૦૫:૧૦, 10 મિનિટ
૨૦) ખેતવાડી મુંબઇ ખાતે આવેલા શ્રી લોહાણા મહાપરિષદ ભવન ની મિલકત અંગે જાણકારી, ચર્ચા-વિચારણા તેમજ તે માટે કરાયેલ કાર્યવાહી માટે થયેલ ખર્ચની જાણકારી અને બહાલી
૦૫:૧૦ - ૦૫:૧૫, 5 મિનિટ
૨૧) મુલુંડ ખાતે આવેલા નિર્વાસિત ગૃહ અને મહિલા ઉધોગ ગૃહ ની સ્થાવર મિલકતના પુનઃ નિર્માણ માટે કરાયેલ કાર્યવાહી અંગે જાણકારી
૦૫:૧૫ - ૦૫:૨૦, 5 મિનિટ
૨૨) નાલાસોપારા ખાતે આવેલા રઘુકુલ નગર ની મિલ્કત બાબતે જાણકારી અને નિર્ણય
૦૫:૨૦ - ૦૫:૩૦, 10 મિનિટ
૨૩) ચૅરિટી કમિશનર કચેરી મુંબઈ માં કરવામાં આવેલ અરજી/કેસ અંગે જાણકારી, ચર્ચા - વિચારણા અને નિર્ણય તેમજ તે માટે કરાયેલ કાર્યવાહી માટે થયેલ ખર્ચની જાણકારી અને બહાલી
૦૫:૩૦ - ૦૫:૩૫, 5 મિનિટ
૨૪) ઝોનલ પ્રમુખો, મહિલા મંડળ દ્વારા કરાયેલ કાર્યવાહી, યુવા સમિતિ તથા અન્ય સમિતિઓ ની કાર્યવાહી બાબતે સભા ના આગલા દિવસો મા મળેલી માહિતી ની નોંધ/જાણકારી
૦૫:૩૫ - ૦૫:૪૦, 5 મિનિટ
૨૫) આંતરરાષ્ટ્રીય ઝોનલ પ્રમુખો દ્વારા ઉદ્બોધન
૦૫:૪૦ - ૦૬:૧૦, 30 મિનિટ
૨૬) આગામી મધ્યસ્થ મહાસમિતિ ની રચના ની પ્રક્રિયા અંગે ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૬:૧૦ - ૦૬:૩૦, 20 મિનિટ
૨૭) આગામી સત્ર માટે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખશ્રી ની વરણી કરવા માટે બંધારણ ની કલમ નં. ૧૫ તથા ૧૮ મી ડીસેમ્બર ૨૦૨૨ ની મધ્યસ્થ મહાસમિતિ માં કરાયેલ ઠરાવ મુજબ મુજબ વરણી સમિતિ ની રચના અને જાહેરાત
૦૬:૩૦ - ૦૬:૫૦, 20 મિનિટ
૨૮) માતૃસંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા ઉદબોધન
૦૬:૫૦ - ૦૭:૧૦, 20 મિનિટ
૨૯) આગામી મધ્યસ્થ મહાસમિતિ ની બેઠક અંગે જાણકારી
૦૭:૧૦ - ૦૭:૧૫, 5 મિનિટ
૩૦) પ્રમુખશ્રી ની રજાથી અન્ય કોઈ બાબત રજૂ કરવામાં આવે તો તે માટે ચર્ચા-વિચારણા અને નિર્ણય
૦૭:૧૫ - ૦૭:૨૫, 10 મિનિટ
૩૧) યજમાન મહાજન/સંસ્થાઓ નું સન્માન અને આભાર વિધી
૦૭:૨૫ - ૦૭:૪૫, 20 મિનિટ
રાત્રિ ભોજન
૦૭:૪૫ થી,

નોંધ: કોરમના અભાવે મુલતવી રહેલી મધ્યસ્થ મહાસમિતિ ની સભા તેજ દિવસે તેજ સ્થળે અડધા કલાક બાદ ઉપરોક્ત કાર્ય માટે મળશે અને તેમાં હાજર રહેલા સભ્યો એજન્ડા મુજબ કાર્ય કરી શકશે. તે સભા માં લેવાયેલા નિર્ણયો કાયદેસરના ગણાશે.