પ્રથમ દિવસ - તા. ૩૦ નવેમ્બર ૨૦૨૪, શનિવાર - મુંબઈ
૧) મીટ ઍન્ડ ગ્રીટ, રજિસ્ટ્રેશન અને ચા-નાસ્તો
૦૮:૦૦ થી ૦૯:૩૦ કલાકે, 1 કલાક 30 મિનિટ
૨) રઘુવંશી ગૌરવ ગીત/દીપ પ્રાગટ્ય
૦૯:૩૦ - ૦૯:૪૫, 15 મિનિટ
૩) માનદ મંત્રીશ્રી દ્વારા સભ્યો ને આવકાર
૦૯:૫૦ - ૦૯:૫૫, 5 મિનિટ
૪) આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર #
૧૦:૦૦ - ૧૦:૧૦, 10 મિનિટ
૫) સ્પોર્ટ્સ સમિતિ *
૧૦:૧૫ - ૧૦:૨૫, 10 મિનિટ
૬) આઇટી અને ડિજિટલ મીડિયા સમિતિ *
૧૦:૩૦ - ૧૧:૦૦, 30 મિનિટ
૭) લગ્ન સેતુ - મેટ્રીમોનિયલ સમિતિ *
૧૧:૦૫ - ૧૧:૨૫, 20 મિનિટ
૮) આરોગ્ય અને કેમિસ્ટ સમિતિ *
૧૧:૩૦ - ૧૧:૫૦, 20 મિનિટ
૯) શિક્ષણ સમિતિ *
૧૧:૫૫ - ૧૨:૧૫, 20 મિનિટ
૧૦) છાત્રાલય સમિતિ *
૧૨:૨૦ - ૧૨:૩૦, 10 મિનિટ
૧૧) સ્કિલ અને પર્સનાલિટી ડેવલપમેંટ સમિતિ *
૧૨:૩૫ - ૧૨:૪૫, 10 મિનિટ
ભોજન
૧૨:૪૫ - ૦૨:૦૦, 1 કલાક 15 મિનિટ
૧૨) પર્યાવરણ સમિતિ #
૦૨:૦૦ - ૦૨:૧૦, 10 મિનિટ
૧૩) યુવા વિંગ #
૦૨:૧૫ - ૦૨:૩૦, 15 મિનિટ
૧૪) મહિલા વિંગ, ગૃહ ઉદ્યોગ, આર્ટસ અને કલ્ચર સમિતિ #
૦૨:૩૫ - ૦૩:૦૫, 30 મિનિટ
૧૫) સી.એ. અને ટેક્સ પ્રોફેશનલ્સ સમિતિ #
૦૩:૧૦ - ૦૩:૩૦, 20 મિનિટ
૧૬) બિઝનેસ ડેવલપમેંટ સમિતિ #
૦૩:૩૫ - ૦૩:૫૫, 20 મિનિટ
ટી બ્રેક
૦૩:૫૫ - ૦૪:૩૦, 35 મિનિટ
૧૭) રઘુવંશી જ્ઞાતિરત્ન સ્વ. શ્રી સતીષભાઈ દત્તાણી નું મરણોત્તર સન્માન અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૪ એનાયત સમારંભ
૦૫:૦૦ - ૦૮:૦૦, 3 કલાક
રાત્રિ ભોજન
૦૮:૦૦ - ૦૯:૦૦, 1 કલાક
NOTE:
* સ્થાયી સમિતિ અધ્યક્ષ(ઓ), ઉપાધ્યક્ષ(ઓ) અને ઝોનલ પ્રમુખો, વરિષ્ઠ ઉપપ્રમુખો, પ્રમુખશ્રી વચ્ચે મંચ પર પેનલ ડિસ્કશન
# સ્થાયી સમિતિ અધ્યક્ષ(ઓ), ઉપાધ્યક્ષ(ઓ) અને વરિષ્ઠ ઉપપ્રમુખો, પ્રમુખશ્રી વચ્ચે મંચ પર પેનલ ડિસ્કશન
જરૂરી સૂચના: સભામાં ઉપસ્થિત સર્વે કારોબારી સમિતિ સભ્યો અને આમંત્રિતો તેમજ મહાજન પ્રતિનિધિઓ ઉપરોક્ત બધાજ પેનલ ડિસ્કશન્સ માં પોતાના વિચારો રજૂ કરી સક્રિય ભાગ લે તેવી અપેક્ષા છે.
દ્વિતીય દિવસ - તા. ૧ ડીસેમ્બર ૨૦૨૪, રવિવાર - મુંબઈ
૧) રજિસ્ટ્રેશન અને ચા નાસ્તો
સવારે ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલાક, 1 કલાક 30 મિનિટ
૨) રઘુવંશી ગૌરવ ગીતનું ગાન અને દિપ પ્રાગટય
૧૦:૦૦ - ૧૦:૧૫, 15 મિનિટ
૩) માનદ મંત્રી શ્રી દ્વારા સભ્યો ને આવકાર
૧૦:૧૫ - ૧૦:૨૫, 10 મિનિટ
૪) ગત કારોબારી તા. ૨જી જૂન ૨૦૨૪ થી અત્યાર સુધી દિવંગત થયેલા જ્ઞાતિજનો ને મૌન શ્રધ્ધાંજલિ
૧૦:૨૫ - ૧૦:૨૭, 2 મિનિટ
૫) આવેલા સંદેશા તથા ગેરહાજર રહેલા સભ્યો ની રજા ચિઠ્ઠી નું વાંચન અને તેને બહાલી
૧૦:૨૭ - ૧૦:૩૦, 3 મિનિટ
૬) યજમાન મહાજન (સમસ્ત મુંબઈ લોહાણા મહાજન) ના પ્રમુખશ્રી દ્વારા સ્વાગત પ્રવચન
૧૦:૩૦ - ૧૦:૪૦, 10 મિનિટ
૭) તા. ૨જી જૂન ૨૦૨૪ ના અમદાવાદ મુકામે મળેલી કારોબારી સમિતિની કાર્યવાહી ની મિનિટ્સ વેબસાઇટ પર તથા અગાઉ મોકલેલ છે તેની નોંધ લઈ તેના પર ચર્ચા અને તેને બહાલી
૧૦:૪૦ - ૧૦:૪૫, 5 મિનિટ
૮) શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના તા. ૧ એપ્રીલ ૨૦૨૪ થી ૨૯મી નવેમ્બર ૨૦૨૪ સુધીના અન ઓડિટેડ હિસાબો ની રજૂઆત
૧૦:૪૫ - ૧૦:૫૫, 10 મિનિટ
૯) તા. ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૨૯ નવેમ્બર ૨૦૨૪ સુઘી શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય, અને મેડિકલ સહાય તથા અન્ય સહાય ની વિગતવાર માહિતી તથા આ બધી સહાયમાં સહભાગી દાતાઓ અને સહભાગી સંસ્થાઓ ની જાણકારી અને તે સર્વ નો આભાર દર્શન./
૧૦:૫૫ - ૧૧:૦૫, 10 મિનિટ
૧૦) LIBF ના કાર્યમાં થયેલ પ્રગતી તથા ટ્રસ્ટ બોર્ડ અને ગત કારોબારી સમિતિ ની બેઠકમાં LIBF ની કામગીરી અંગે લેવાયેલ નિર્ણયો ની જાણકારી તથા LIBF ની ભાવી યોજના અંગે જાણકારી
૧૧:૦૫ - ૧૧:૧૦, 5 મિનિટ
૧૧) શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈ તરફ થી આવેલા પત્ર મુજબ મહાપરિષદ નું નાણાકીય વર્ષ અને મધ્યસ્થ મહાસમિતિ ની મુદત વચ્ચે સમન્વય જળવાય તે માટે હાલની મધ્યસ્થ મહાસમિતિ ની મુદત માર્ચ ૨૦૨૬ સુધી વધારવા માટે આવેલા સૂચન પર સલાહકાર સમિતિ તથા ટ્રસ્ટ બોર્ડ નાં આવેલા અભિપ્રાય/સૂચન પર ચર્ચા વિચારણા અને નિર્ણય
૧૧:૧૦ - ૧૧:૨૦, 10 મિનિટ
૧૨) વરણી સમિતિ માં પ્રતિનિધિત્વ આપવા માટે વિદેશના બધાં ઝોનલ પ્રમુખો, ટ્રસ્ટ બોર્ડના બધાં ટ્રસ્ટીઓ, તથા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ ના નામો પર વિચારણા કરવા બાબત સલાહકાર સમિતિ અને ટ્રસ્ટ બોર્ડ ના અભિપ્રાય ને ધ્યાનમાં લઈને ચર્ચા અને નિર્ણય
૧૧:૨૦ - ૧૧:૩૦, 10 મિનિટ
૧૩) અન્ય જ્ઞાતિમાં પરણીને સ્થાયી થયેલી લોહાણા જ્ઞાતિની દીકરીઓને મહાપરિષદ તથા મહાજનો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાઓ નો લાભ આપવા બાબત સલાહકાર સમિતિ અને ટ્રસ્ટ બોર્ડ ના અભિપ્રાય ને ધ્યાનમાં લઈને ચર્ચા, વિચારણા અને નિર્ણય
૧૧:૩૦ - ૧૧:૪૫, 15 મિનિટ
૧૪) વિદેશ માં વસતા ભારતીય મૂળના રઘુવંશી સમાજની વ્યક્તિઓ ના નામ પ્રમુખપદ માટે વિચારણા કરવા માટે આવેલા સૂચન પર સલાહકાર સમિતિ અને ટ્રસ્ટ બોર્ડ ના અભિપ્રાય ને ધ્યાનમાં લઈને ચર્ચા, વિચારણા અને નિર્ણય
૧૧:૪૫ - ૧૧:૫૫, 10 મિનિટ
૧૫) દેશ-વિદેશ ના જ્ઞાતિ જનો ભાગ લઈ શકે તે માટે સપ્તમ્ અધિવેશન અને LIBF મુંબઈ કોલિંગ ૨૦૨૬ એક્ઝીબીશન ભરવા માટે ચર્ચા વિચારણા અને નિર્ણય
૧૧:૫૫ - ૧૨:૦૫, 10 મિનિટ
૧૬) શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવેલા અતિથી ગૃહ ની સમસ્યા ઉકેલવા તા. ૨ જૂન ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ કારોબારી સમિતિ ની સભા માં નિમયેલ કમીટીની કાર્યવાહી બાબતે ચર્ચા, વિચારણા અને નિર્ણય
૧૨:૦૫ - ૧૨:૧૦, 5 મિનિટ
૧૭) તેજસ્વી વિદ્યાર્થી ઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત શિક્ષકો અને સંસ્થાઓ નું વિશ્વ સ્તરે સન્માન કરવા બાબત ટ્રસ્ટ બોર્ડ ના અભિપ્રાય ને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા અને નિર્ણય
૧૨:૧૦ - ૧૨:૨૦, 10 મિનિટ
૧૮) ખેતવાડી મુંબઈ ખાતે આવેલ લોહાણા મહાપરિષદ ની મિલકત અંગે જાણકારી, ચર્ચા વિચારણા અને નિર્ણય
૧૨:૨૦ - ૧૨:૨૫, 5 મિનિટ
૧૯) મુલુંડ ખાતે આવેલા નિર્વાસિત ગૃહ અને મહિલા ઉધોગ ગૃહ ની સ્થાવર મિલકતના પુનઃ નિર્માણ માટે કરાયેલ કાર્યવાહી અંગે જાણકારી
૧૨:૨૫ - ૧૨:૩૦, 5 મિનિટ
૨૦) નાલાસોપારા ખાતે આવેલા રઘુકુલ નગર ની મિલ્કત બાબતે જાણકારી અને નિણય
૧૨:૩૦ - ૧૨:૩૫, 5 મિનિટ
૨૧) ઝોનલ પ્રમુખો, મહિલા સમિતી, યુવા સમિતી અને અન્ય સમિતિઓની કાર્યવાહી સંબંધે અપાયેલ જાણકારી ની નોંધ
૧૨:૩૫ - ૧૨:૩૭, 2 મિનિટ
૨૨) માતૃસંસ્થા ના વરીષ્ઠ ઉપપ્રમુખો દ્વારા ઉદબોધન
૧૨:૩૭ - ૧૨:૫૦, 13 મિનિટ
૨૩) માતૃસંસ્થા ના પ્રમુખ દ્વારા ઉદબોધન
૧૨:૫૦ - ૦૧:૦૦, 10 મિનિટ
૨૪) આગામી કારોબારી સમિતિ ની બેઠક અંગે જાણકારી
૦૧:૦૦ - ૦૧:૦૨, 2 મિનિટ
૨૫) પ્રમુખ શ્રી ની રજા થી અન્ય કોઈ પણ બાબત રજુ થાય તો તે પર ચર્ચા-વિચારણા
૦૧:૦૨ - ૦૧:૦૭, 5 મિનિટ
ભોજન
૦૧:૦૭ - ૦૨:૦૦, 53 મિનિટ
નોંધ: કોરમના અભાવે મુલતવી રહેલી કારોબારી સમિતિ ની સભા તેજ દિવસે તેજ સ્થળે અડધા કલાક બાદ ઉપરોક્ત કાર્ય માટે મળશે અને તેમાં હાજર રહેલા સભ્યો એજન્ડા મુજબ કાર્ય કરી શકશે. તે સભા માં લેવાયેલા નિર્ણયો કાયદેસરના ગણા શે.