LMP Ninth Karobari Samiti and Second Madhyastha Mahasamiti Meeting

શ્રી લોહાણા મહાપરિષદ નવમ્ કારોબારી સમિતિ તથા દ્વિતીય મધ્યસ્થ મહાસમિતિ સભા

શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી ના અધ્યક્ષપદે ઇ.સ. ૨૦૨૦-૨૫ના સત્રની નવમ્ કારોબારી સમિતિ ની મીટીંગ શનિવાર તા. ૩૦મી નવેમ્બર અને રવિવાર તા. ૧લી ડિસેમ્બરે સવારે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૪ એનાયત કરવાનો સમારંભ શનિવાર તા. ૩૦મી નવેમ્બરે સાંજના અને દ્વિતીય મધ્યસ્થ મહાસમિતિ ની બેઠક તા. ૧લી ડિસેમ્બર ૨૦૨૪ ના સાંજના સત્રમાં જલારામ હોલ, NS રોડ નં. ૬, JVPD સ્કીમ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈ ખાતે સમસ્ત મુંબઈ લોહાણા મહાજન ના યજમાન પદે બોલાવવામાં આવી છે. આપશ્રી ને આ બેઠકોમાં સમયસર હાજર થઈને ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

વિશેષ નોંધ:

  • કારોબારી સભ્ય તેમજ આમંત્રિત માટે મુંબઈ ખાતેની કારોબારી તથા મધ્યસ્થ મહાસમિતિ ની સભાઓ માટે રૂ. ૧૯૯૯/- ની ડેલિગેટ ફી રાખેલ છે.
  • તા. ૩૦ નવેમ્બર શનિવાર તથા ૧ ડીસેમ્બર રવિવાર ૨૦૨૪ ના દિવસે યોજાનાર બેઠકો ના કાર્યક્રમોની વિગતો તથા એજંડા ની માહિતી મિટિંગ ની વેબસાઇટ https://mumbaimeeting.lohanamahaparishad.org/ પર ઉપલબ્ધ છે.
  • સૌ સભ્યો/આમંત્રિતો ને પોતાની વ્યક્તિગત/સંયુક્ત અનુકૂળતા મુજબ પોતાના આગમન તથા રહેવાની વ્યવસ્થા જાતે ગોઠવી લેવા વિનંતી. સભા સ્થળ ની નજીક આવેલી રહેઠાણ/ઉતારા ની જગ્યાઓ વિષે માહિતી મિટિંગ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
  • નવમ્ કારોબારી સમિતિ ની મિટિંગ તા. ૩૦ નવેમ્બર સવારે ૦૯:૦૦ વાગ્યે રજિસ્ટ્રેશન અને અલ્પાહાર પછી ૦૯:૩૦ વાગે સમયસર શરૂ થઇ જશે. બહારગામ થી આવતા પ્રતિનિધિઓ ને આગલા દિવસે તા. ૨૯ નવેમ્બર, શુક્રવાર ની સાંજે અથવા ૩૦ નવેમ્બર, શનિવાર ના વહેલી સવારે મુંબઈ મુકામે પહોંચી અને સમયસર મીટીંગ માં હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
  • ૨૯ મી નવેમ્બર ૨૦૨૪ સાંજ સુધી આવનાર પ્રતિનિધિઓ માટે રાત્રિ ભોજન ની વ્યવસ્થા શ્રી ઘોઘારી લોહાણા મહાજનવાડી, અંધેરી, મુંબઈ ખાતે કરવામાં આવેલ છે. તે દિવસે આવનાર સભ્યોએ મહાપરિષદ ના કાર્યાલય માં પોતાના આગમન ની આગોતરી જાણ કરવા વિનંતી.
  • જે લોકો મુંબઈ માં નિયમિત ન આવતા હોય તેમને જાણકારી આપીએ છીએ કે મુંબઈ અને તેની નજીક માં સ્થિત જોવાલાયક સ્થળોનો લાભ કારોબારી સમિતિ તેમજ મધ્યસ્થ મહાસમિતિ ની બેઠકમાં આવનાર સભ્યો અને મેહેમાનો સ્વખર્ચે લઈ શકશે. જોવાલાયક સ્થળો વિષે ની જાણકારી આ મિટિંગ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Karobari Samiti Meeting (કારોબારી સમિતિ મિટિંગ) and Madhyastha Mahasamiti Meeting (મધ્યસ્થ મહાસમિતિ મિટિંગ)
Select the committee
Select the zone
Select the state

Payments powered by

Razorpay